પાણી પણ પરમની પ્રસાદી છે…!

કૃષ્ણ દ્વારા “નાગદમન”ની ઘટના એ માફિયાઓના ત્રાસથી ગરીબડી પ્રજાને સંરક્ષણ આપવાની શાશ્વત કથા છે. પીવાલાયક પાણીમાં કારખાનાનાં કેમિકલ વહાવી દેનારા કાળીનાગોને પણ નાથવા માટે ગામે ગામ કાનુડા ઉભા થાય તે જરૂરી નથી શું…? (કાળીનાગો ઉભા થાય તેવી કોઈ શક્યતા નથી…! કારણ કે ફેસબુક ઉપર રાજનેતાઓની પોસ્ટ શેર કોણ કરે…?) જળથી પવિત્ર તો માત્ર પરમાત્મા જ હોઈ શકે. જળને અપવિત્ર કરવું એ પરમાત્માનો જ દ્રોહ ગણાશે કારણ કે હવાની જેમ પાણી પણ પરમની પ્રસાદી છે…!

Leave a Reply