સુરત છે…! ભારતનું સિંગાપુર…!

બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અભદ્ર અને આક્રમક ભાષા માટે જાણીતા હતા, પરંતુ તેમણે બ્રિટનને બીજું વિશ્વયુદ્ધ જીતાડી આપ્યું. પણ એ પછી શું થયું એ જાણો છો…? બીજા વિશ્વયુદ્ધ પછી માત્ર બે મહિનાને ગાળે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ચર્ચિલના પક્ષનો પરાજય થયો હતો અને મજુર પક્ષના ક્લેમન્ટ એટલી વડાપ્રધાન બન્યા હતા. પરાજયનું કારણ ચર્ચિલની ભાષા હતી…!
છેલ્લા ચાર વર્ષમાં રાહુલ ગાંધીએ એક પણ વાર રાજકીય નેતા તરીકે આપણે આફરીન થઈ જઈએ તેવી કોઈ સિદ્ધિ બતાવી નથી અને છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતાવે છે….! નરેન્દ્ર મોદી જયારે પણ મોઢું ખોલે છે ત્યારે રાહુલ ગાંધી પર પ્રહારો કરે છે…! વિશેષમાં નરેન્દ્ર મોદીને સમાચાર પત્ર વાંચીને ઘણી માહિતી મળે છે…! તો નરેન્દ્ર મોદીને સુરતના તમામ ફ્લાયઓવર નીચે થયેલા વિકાસની માહિતી મળતી નથી…! સુરત મહાનગરપાલિકા કમિશ્નર અને સુરતના પોલિસ કમિશ્નર પણ મહાભારતના પાત્ર ગાંધારી અને ધૃતરાષ્ટ્રના રોલમાં છે…! સુરત છે…! ભારતનું સિંગાપુર…! સુરત શહેરના ફ્લાયઓવર નીચે વસવાટ કરનાર સામે કાયદેસર રીતે ક્યાં પગલા લઈ શકાય…? તે સુરત શહેરનો પોલિસ સ્ટાફ જાણતો નથી, તે હકીકત છે….! કારણ કે સુરતની સલામતીને ધ્યાને લઈને પોલિસની મોબાઈલ વાન ફરજ બજાવે છે, જેમાં ડ્રાઈવર સિવાયના અન્ય સ્ટાફ મોબાઈલમાં ફેસબુક અને વોટ્સએપ જોતા હશે…? જો પોલિસ કંટ્રોલ રૂમના કેમેરા ચાલુ હોય તો ખબર પડે…!

Leave a Reply