હરિ ૐ સંદેશ

કોઈની ગુણપ્રશંસા સમયે વ્યક્તિના અવાજમાં તાજગી, ઊભરો અને ઉમળકો અનુભવાય છે, જયારે દોષકથન સમયે શબ્દો ધીમા ધીમા, ત્રુટક અને એનો અવાજ લથડતો લાગે છે. હકીકતમાં તો આવા દોષદર્શનને બદલે વ્યક્તિએ ઈશ્વરના ન્યાય પર શ્રદ્ધા રાખવી જોઈએ. વ્યક્તિમાં જે કાંઈ દોષ હશે, તે પ્રમાણે એને ભોગવવું પડશે. એના કર્મોને કારણે એને સહન કરવાનું આવશે. એના દોષ અંગે વર્ણન કરનાર અને એને ન્યાય આપનાર ન્યાયાધીશ હું કોણ ? આમ વિચારીને બીજાના દોષોનો વિચાર કરવાથી દૂર રહેવું જોઈએ, એને ઉપેક્ષા કરવી જોઈએ…!

Leave a Reply