૩ અંધ સંતાનો…! ૧ જજ…, ૧ પ્રોફેસર…, ૧ ઓફિસર… એ કહાની હૈ દિયે કી ઔર તુફાન કી…!

ઈક રાત અંધિયારીથી દિશાએ કારીકારી, મંદ – મંદ પવન શા ચલ રહા… અંધિયારે કો મિટાને, જગમે જ્યોત જગાને… એક છોટા સા દિયા… થા કહી જલ રહા… અપની ધૂનમેં મગન… ઉનકે તન મે અગન…!
યહ કહાની હૈ, દીયે કી ઔર તુફાન કી…!
આ ગીતના એક – એક શબ્દો જાનદાર છે. જીવનમાં મુસીબતોની સામે ભાંગી પડવાના સમયે જ કોઈ સંજીવની છાંટે તેવી આ રચના પાકિસ્તાની એક નેત્રહીન શખ્શિયતને સંપૂર્ણ લાગુ પડે છે – નામ છે – યુસુફ સલીમ…
પાકિસ્તાનના પંજાબમાં આવેલા લાહોરના એક દ્રષ્ટિહીન વકીલે ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. અંધકારમાંથી રસ્તો કાઢીને ઉજાશ સર્જવાની યુસુફ સલીમની આ ગાથામાં ફતેહ તો છે, પરંતુ તેમાં સંઘર્ષનો કોઈ પાર નથી. મેરિટમાં ટોપ ઉપર હોવા છતાં દિવાની કોર્ટમાં તેને ન્યાયાધીશ બનાવવાનો ઇનકાર કરી દેવાયો. પાકિસ્તાનમાં જ્યાં જયુડીસીયરીને રિસ્ટોર કરવા માટે આંદોલન ચલાવવા પડે ત્યાં યુસુફનો કેસ ચીફ જસ્ટિસ સાદિક નિસાર ખાને હાથમાં લેવો પડ્યો અને આખરે તેમને ન્યાયાધીશનું પદ મળ્યું. કહેવાય છે કે ન્યાય આંધળો હોય છે. ન્યાયની દેવીની આંખો ઉપર એટલે જ પટ્ટી બાંધેલી દેખાય છે, ન્યાયના દ્વારે તમામ લોકો સરખા છે, પરંતુ વાસ્તવમાં વિધાનની સચ્ચાઈનો સાચો અર્થ તો યુસુફ સલીમ જેવા લોકો જ જાણે છે.
નાના – મોટા અવરોધોથી નાસીપાસ થઈને બહાના ધરી દેતા પલાયનવાદીઓએ જાણવા જેવું છે કે યુસુફ સલીમે એલએલબી ઓનર્સમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. ન્યાયાધીશ તરીકેની તમામ લાયકાતમાં તે અવ્વલ હતા. પરંતુ ઈન્ટરવ્યુ પેનલના રૂઢિચુસ્ત એક્સપર્ટના ગળે એ વાત કેવી રીતે ઉતારે કે એક આંખ વગરની વ્યક્તિ આટલા ઊંચા પદ પર બિરાજમાન થાય ? ખરેખર તો ઉમેદવાર નહીં એક્સપર્ટ જ અંધ ગણાય…! જેણે આવો નિર્ણય કર્યો. પરંતુ જન્મથી જ પડકારો ઝીલતા યુસુફ સલીમ હાર્યા નહીં અને અંતે રસ્તો નીકળ્યો. તામિલનાડુના ટી ચક્રવર્તી નામના પ્રજ્ઞાચક્ષુ જજના પદગ્રહણના એક દાયકે પાડોશી દેશમાં એક પ્રજ્ઞાચક્ષુએ ઇતિહાસનું પુનરાવર્તન કર્યું. આઈ કેન ડુ ધીસ એવું મનમાં નક્કી કરવું કઠિન છે. પરંતુ એક દ્રષ્ટિહીન કે વિકલાંગ વ્યક્તિ પોતે જો મનથી એવું માને કે તે કોઈ ચોક્કસ પડકાર ઝીલી શકે છે તો એ જરૂરથી કરી શકશે. તેના આત્મવિશ્વાસ અને આવડત ઉપર સમાજને શ્રદ્ધા હોતી નથી. આમ છતાં જયારે તે એ કામ કરી બતાવે ત્યારે દુનિયામાં મિશાલ સર્જાય છે. આ માનવીય ગૌરવ છે, પરંતુ આ માટે તમને તમારા સ્વપ્નો ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. એટલે કે ફેસબુક પર રાજનેતાઓની માત્ર રમુજની પોસ્ટ કરનારા વિચારે કે તેઓએ પોતાના જીવનમાં શું કર્યું…?
૨૫ વર્ષીય યુસફ સલીમને રેટીનીસીસ પિગ્મેન્ટોસાની બિમારી છે…! મનમાં બિમારી નહોતી…! જે એ જેનેટિક ડિસઓર્ડર છે. સલીમની ચારમાંથી બે બહેનો પણ દ્રષ્ટિહીન છે. ચાર્ટર્ડ એકાઉન્ટ પિતાની હોનહાર પુત્રી સાઈમા સલીમ પાકિસ્તાનની પ્રથમ સિવિલ સર્વિસીઝ ઓફિસર છે. જેણે જીનીવા અને ન્યૂયોર્કમાં પાકિસ્તાનના યુએમ મિશન માટે કામ કર્યું છે. સાઈમાને પાકિસ્તાનની હેલન કેલર ગણાય છે. તેની બહેન પણ અંધ છે અને લાહોર યુનિવર્સિટીમાં ભણાવે છે અને પી.એચ.ડી. કરી રહી છે.
અંધાપો માનવીને ગુમનામીની ગર્તામાં ધકેલી દે છે. કશું જ દેખાય નહીં એવી અવસ્થાનો અભિનય કરનાર રાની મુખર્જી (ફિલ્મ – બ્લેક), ઋત્વિક રોશન (ફિલ્મ – કાબિલ), કાજોલ (ફિલ્મ – ફના), નસીરુદ્દીન શાહ (વિલ્મ – સ્પર્શ) મોસમી ચેટરજી (ફિલ્મ – અનુરાગ), સંજય દત્ત (ફિલ્મ – દુશ્મન) સહિતના કલાકારોએ કહેલું કે પ્રજ્ઞાચક્ષુ તરીકે અભિનય કરવો એ પણ દર્દનાક અનુભવ છે ત્યારે રિયલ લાઈફમાં જેને જીવનભર રોશની વિના જીવવાનું છે તે ખરા યોદ્ધા છે.
આ યોદ્ધાઓ જીવન સામે જંગ માંડે છે ત્યારે (ત્યારે આપણે તેને તન, મન અને ધનથી મદદ કરવી જોઈએ… પણ ધાર્મિકતાનું અફીણ પીધેલા આપણામાંથી કેટલાંક બની બેઠેલા કેટલાક ધર્મગુરૂઓ પાસે સ્વર્ગ અને મોક્ષ મેળવવા ચાપલુસી કરતા હોય છે…! અરે ધર્મગુરૂઓના ભવ્ય આશ્રમો આ ચાપલુસો જ બનાવી દેતા હોય છે. ચાપલુસોને સ્વર્ગ મળે કે ના મળે ? પણ કેટલાક ઘર્મગુરૂઓ સ્વર્ગમાં હોય તેવા મઠ, મંદિરો અને આશ્રમો બનાવી લેતા હોય છે…! અને મોક્ષ (સેક્સની દિવ્ય પ્રસાદી) તેઓ દર્શનાર્થે આવતી યુવતીઓને આપતા હોય છે…! અને પ્રેકટિકલ કરીને બતાવે છે કે સેક્સની દિવ્ય પ્રસાદી આપવાથી કર્મનું ફળ ભોગવવા જેલમાં જવું પડે….! અને જેલમાં જાય પણ છે…! છતાં ચાપલુસોને એવું છે કે ફલાણા ધર્મગુરૂઓના આશિર્વાદથી સુખ મળે છે…!) અને જીતે છે. અમેરિકન સિંગર એન્ડ્રીયા બોસેલી, રે ચાર્લ્સ અને જગમશહુર સ્ટીવ વન્ડર (સાઈન્ડ, સીલ્ડ એન્ડ ડિલીવર્ડ) બહુ લોકપ્રિય નામો છે જે બહુ જ નાની વયથી અંધ હતા. હેલન કેલર અને લુઈઝ બ્રેઇલ બાળપણથી જ દ્રષ્ટિહીન બની ગયેલા, પરંતુ બંને દંતકથા છે.
“અ બ્રેવ ન્યુ વર્લ્ડ”ના લેખક એડલ્સ હકસલી બાળવયે જ બિમારીના કારણે આંખો ગુમાવી બેઠેલા, પરંતુ તેના સર્જનનો ઉજાશ આજે પણ છવાયેલો છે.
અંગ્રેજી સંગીતકાર જોસ ફેલિસિયાનોથી લઈ હિન્દી સંગીતકાર રવિન્દ્ર જૈનને જુઓ – આંખોની કમી ક્યાં’યે વર્તાતી નથી…
ઝૂમ ઈન ઓરો કે વજૂદમેં નુકસ નિકાલતે નિકાલતે…
ઇતના હી ખુદકો તરાશા હોતા તો ફરિશ્તે બન જાતે…
ઝૂમ આઉટ
અસલમેં વહી જીવન કી ચાલ સમજતા હૈ,
જો સફર મેં ધૂલ કો ગુલાલ સમજતા હૈ…!

Leave a Reply