મરો ત્યારે, કોઈ બોલવું જોઈએ કે…”Well played boss.”

જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો.
અરે મુકો માથાકૂટ,
ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું,
મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે,
કોઈની બળતરા કરવાની જરૂર નથી,
કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.
ક્યાં જવું છે, અભિમાન રાખીને?
સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.
તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો.
બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો.
મજાથી શોખ પૂરાં કરો,ઉમર સામું ના જોવો,
વરસાદમાં હડી કાઢી નાવ,
જોવાયુ એટલું જોય લો,ફરી લો,
કોઈને નડીએ નહીં એટલે ઘણું,
બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી.
થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો.
માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે,
આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે
માટે જલસાથી જીવો.
મરો ત્યારે, કોઈ બોલવું જોઈએ કે…”Well played boss.”

Leave a Reply