આદિવાસી વિસ્તારમાં ચાલતા છાત્રાલયોમાં ભોજન આપતા પહેલા વિચારો…?

આદિવાસી વિસ્તારમાં દિકરીઓ અને દિકરાઓને શિક્ષણ આપવા માટે સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે. શિક્ષણ આપવાના ભાગરૂપે છાત્રાલયો ચલાવવામાં આવે છે. છાત્રાલયોમાં કામ કરતા તમામ કર્મચારીઓ જેમ કે આચાર્ય, પટ્ટાવાળા અને રસોઈ કરનારને પગાર ચૂકવવામાં આવે છે, અમોની પાસે જાણકારી મુજબ બાંધકામ કરવા માટે ગ્રાન્ટ પણ આપવામાં આવે છે. આ જ રીતે છાત્રાલયોમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ દીઠ આશરે રૂપિયા ૮૦૦ કરતા વધુ ગ્રાન્ટ આપવામાં આવે છે. આ આદિવાસી છાત્રાલયો આદિવાસી વિસ્તારમાં ચાલતા હોય છે. ઘણી વખત એવું જાણવા મળેલ છે કે એક વ્યક્તિ એક થી વધારે આદિવાસી છાત્રાલયો ચલાવતા હોય છે. એટલે કે જયારે તમે છાત્રાલયોમાં ભોજન આપવા જાવ છો ત્યારે તે છાત્રાલયોને જમવાનો ખર્ચ બચી જાય છે… આ બચેલો ખર્ચ આદિવાસી છાત્રાલયોના સંચાલક સરકારમાં જમા કરાવતા નથી…! એટલે વિચારો કે છાત્રાલયના જમવાના બચેલા ખર્ચના નાણા આદિવાસી છાત્રાલયના સંચાલકો કે રીતે વાપરતા હશે… ? એટલે કે આદિવાસી વિસ્તારમાં ચાલતા છાત્રાલયોમાં ભોજન આપતા પહેલા વિચારો…? કે તમે આપેલું દાન યોગ્ય રીતે વાપરવામાં આવે છે કે કેમ ?

Leave a Reply