Spread the love

આપણી અંતિમ વિધિના થોડાં જ સમય બાદ શું થશે ? એનો કોઈ અંદાજ છે ?
કોઈ રડતું નહીં હોય, પરિવારવાળા ચા, નાસ્તો, જમવાનું આ બધી ગોઠવણમાં BUSY થઈ જશે !
પૌત્ર, પૌત્રી, રમવામાં લાગી જશે !
કૌટુંબિક પુરુષો બહાર ચા પાણી કરવા જતા રહેશે !
ચર્ચા આપણાંથી ચાલુ થશે, પણ પૂરી થશે POLITICS કે ક્રિકેટ પર !આડોશ પાડોશ વાળા કમ્પાઉન્ડની સાફ-સફાઈ અને વધારાનું પાર્કિંગ ક્યારે થશે CLEAR એની ફિકરમાં લાગી જશે !
દીકરી સાથે એના ફોન પર એની સાસરી પક્ષના કોઈ સંબંધી કેમ TIME પર આવી ના શક્યા એની ચોખવટ કરતા હશે !
વહુ અંદરોઅંદર મલકાતી હશે, કે જો મારા ઘરનાં બધાં TIME પર હાજર થઈ ગયા !
બીજે દિવસે સંબંધીઓ ઓછાં થઈ જશે અને અમુક તો જમવામાં વાંધા વાચક કાઢવાં માંડશે !
બેસણાનો HALL અને એના ભાડાની ચર્ચા ચાલુ થઈ જશે ! કઈ ભજનમંડળીએ કેટલાને ફરીથી રોવડાવેલા એની વાતો નીકળશે.
FOREIGN વાળા ટિકિટનું ભાડું જોશે અને એની સાથે બીજા કેટલાં કામ પતાવવાના છે ! એનું TO DO LIST બનાવશે ?
આપણું WILL કાઢીને વાંચવામાં આવશે,
આખી જિંદગી લોહી પાણી એક કરીને ભેગું કરેલું પાંચ મિનિટમાં વહેંચાય જશે ! અને પરફેક્ટ વહેંચણી કરી હોવા છતાં કોઈકને તો અસંતોષ રહી જ જશે !
જે લોકોને મેસેજ નહીં પહોંચ્યો હોય કે આપણે ઉકલી ગયા છીએ એ થોડાં દિવસ સુધી આપણને ફોન કરે રાખશે ! ઓફિસવાળા આપણું REPLACEMENT શોધતાં હશે !
સોશ્યલ મીડિયા પર કોઈ શ્રદ્ધાંજલિની પોસ્ટ મૂકશે એના પર RIP ને ૐ શાંતિ ની ઝડી બે દિવસ પૂરતી વરસશે !
વહુ, દીકરા, દીકરી, જમાઈ પોતપોતાને કામે લાગી જશે.
એક મહિનામાં જીવનસાથી પણ ટેલિવિઝન પર કોઈ REALITY SHOW માણતાં યા COMEDY SHOW પર હસતા હશે !
આપણાં ભાઈ-બહેન તો કોઈની પાર્ટીમાં નાચતા હશે !
ડાળી પરથી પત્તુ ખરે એટલી જલ્દી આપણે આપણી નજીકના લોકોના સ્મરણોમાં ખરી પડશું !
બસ ઘરનાં કોઈક ખૂણામાં આપણી ફોટો ફ્રેમ લટકી જશે ! હવે આંખ બંધ કરીને વિચારો, કે કૂતરાની જેમ આટલી બધી દોડાદોડી કરી, કોના માટે ? આપણે આપણાં જીવનનો સૌથી મોટો ભાગ આ લોકોને ખુશ કરવા, સમાજને IMPRESS કરવા, વેડફી નાખ્યો ! શેના માટે ? એની સામે આપણને શું મળ્યું ?