Spread the love

ઈશ્વરની શોધ બીજે ક્યાં કરવા જશો ? શું બધા દીન-દુઃખી અને દુર્બળ લોકો ઈશ્વર સ્વરૂપ નથી ? તો તેમની પૂજા શા માટે ના કરવી ? ગંગા કાંઠે કૂવો શોધવા શા માટે જવો… ના ધ્યેય સાથે ચાલતા હરિ ૐ સંદેશ મિશન દ્વારા…

જુના બુટ-ચંપલ,‌ જુના‌ કપડા, જુના‌ ધાબળા‌- ધાબળી, ગોદડા, જુના‌ ગરમ કપડા, જુના ‌પુસ્તકો- પેન પેન્સિલ, અનાજ – કઠોળ‌‌ – લોટ – તેલ, ‌ તેમજ‌ તમારા ‌ઉપયોગમાં ન આવતી‌ તમામ ‌ચીજ – વસ્તુઓ, નવા – જુના રમકડાં…  આ તમામ‌નું દાન ‌સ્વીકારવા‌માં આવશે, જે‌ વસ્તુ ‌કદાચ તમારા માટે‌ નકામી હોય શકે, પણ‌ કોઈ ગરીબ – જરૂરીયાતમંદ માટે ‌ઘણી‌‌ કિંમતી હોય શકે. જેથી અમારો એક ‌નાનકડો‌ પ્રયાસ છે કે આપ‌ ફુલ નહિ તો ફુલની પાંખડી દાન સ્વરૂપે આપશો તો અમે વધુમાં વધુ જરૂરિયાત મંદ લોકોને‌‌ મદદ‌ પહોંચાડી શકશું .

આપના દ્વારા આપવામાં આવેલુ‌ દાન – વૃદ્ધાશ્રમ – અનાથ આશ્રમ‌,‌ ગરીબ ‌ઝૂંપડપટ્ટી એરિયામાં રહેતા બાળકો, સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ‌ તમામ પ્રકારના જરૂરિયાતમંદ ‌લોકો‌ સુધી આપના દ્વારા‌ આપવામાં આવેલી સહાય પહોંચાડવા ‌આવશે.

વધુમાં એકત્ર થયેલ દાનનું વિતરણ કરવા માટે પણ તન, મન અને ધનની જરૂર પડે તે સ્વાભાવિક વાત છે… “તન”ને પવિત્ર કરવા માટે શ્રમદાન આપવા ઇચ્છતા ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને ખાસ આમંત્રણ છે….

હરિ ૐ સંદેશ મિશનની પરોપકારની સેવાકીય પ્રવૃત્તિઓને વેગવંતી બનાવવા આ સંદેશ તમારા મિત્રના ગ્રુપમાં ફોરવર્ડ કરજો. તો ‌એ પણ ‌અમારા‌ માટે ‌એક‌ મોટું ‌દાન છે.*

Bharat Chavda (Ex-Army)
Mo. 99797 31345