Spread the love

દુનિયામાં ઘણા પતિદેવો જોયા, પરંતુ લોર્ડ માઉન્ટબેટન જેવો ઉદાર પતિ પૃથ્વી પર બીજો થયો હશે ખરો ? લોર્ડ માઉન્ટબેટનની જીવનકથા ફિલિપ ઝિગલરે લખી છે. મિસ્ટર અને મિસિસ માઉન્ટબેટન (એડવિના) વચ્ચેનો લગ્ન સબંધ તોફાની (tempestuous) હતો. આવું કજોડું પૃથ્વી પર બીજું જોવા મળે ખરું ? પતિ ઉદારમતવાદી હતો અને પત્ની મિજાજનું ગાડું હતી. પતિને પત્નીના પંડિત નહેરુ સાથેના મીઠા સંબંધની પૂરી ખબર હતી. સંબંધ અંગેની સાચી વાત જાણ્યા પછી લોર્ડ માઉન્ટબેટનની પ્રતિક્રિયા લગભગ હરખની હતી ! ક્યા બાત હૈ ?

દિલ્હીથી માઉન્ટબેટને દીકરી પેટ્રિસિયાને પત્રમાં લખ્યું : “આ વાત તારા પૂરતી જ રાખજે. જવાહર અને એડવિના વચ્ચે મધુર મૈત્રી છે અને તેઓ એકબીજામાં સરસ રીતે ભળી ગયા છે. હું તથા પમી (માઉન્ટબેટનની બીજી દીકરી) એ મૈત્રીમાં યુક્તિપૂર્વક મદદરૂપ થવા માટે બધું જ કરી છૂટીએ છીએ. હમણાં હમણાં મમ્મી કલ્પનામાં ન આવે તેવી મધુર જણાય છે, તેથી આપણા પરિવારમાં સુખ જ સુખ છે.”

મૈત્રીના ચમત્કારને આ પત્ર ઉપકારક થાય તેવો છે. પંડિત નહેરુ રોમેરોમથી રોમેન્ટિક હતા. એમની અન્ય સ્ત્રીમિત્રોની યાદી છેક ટૂંકી નથી. મેડિકલ સ્ટોર પર જે ભીડ જોવા મળે છે તે ઘટાડવી હોય તો સમગ્ર માનવજાતને એક મૂળભૂત અધિકાર એવો “મૈત્રી અધિકાર” (રાઈટ ટુ ફ્રેન્ડશિપ) મળવો જોઈએ. એવા મૂળભૂત અધિકારને આપણે ઋતુરાજ વસંત તરફથી પ્રાપ્ત થયેલો “મેનિફેસ્ટો” કહી શકીએ. વસંતવૃત્તિનો સીધો સંબંધ મૈત્રી સાથે હોય છે. મૈત્રીમાં જબરો હીલિંગ પાવર (રોગ નિવારણ માટેની શક્તિ) હોય છે. આવનારાં વર્ષોમાં શાણો મનુષ્ય જરૂર સમજાશે કે હૃદયમાં વસી ગયેલી મધુર મૈત્રી તનના આરોગ્ય અને મનની સ્વસ્થતા માટે ખૂબ જ ઉપકારક છે. આ વાત ન સમજાય ત્યાં સુધી “કણસવાની સ્વતંત્રતા” ભોગવવાની સૌને છૂટ છે. વસંતમૂલક મૈત્રી એટલે જીવનને ધરાઈને માણવાની સ્વતંત્રતા. જો ઈશ્વર મૈત્રી વિરોધી હોત, તો એણે વસંતઋતુનું સર્જન ન જ કર્યું હોત. સુખી થવાની ઝંખના જ મરી પારાવારે પછી અનાથાશ્રમ, વિધવાશ્રમ અને ઘરડાંઘરોથી ચલાવી લેવું રહ્યું ! આ ત્રણે સંસ્થાઓ માંદગીમાં સતત કણસતા સમાજની નીપજ છે.

બ્રહ્મચર્યને નામે મનુષ્ય પાસેથી વસંતવૃત્તિ છીનવી લેવાનો અધિકાર મહાત્મા ગાંધીને પણ ન હોવો જોઈએ. વસંતવૃત્તિ એટલે જીવનને ધરાઈને માણવાનું સ્વરાજ ! જાહેર બાગમાં થોડે છેટે એક બાંકડા પર બેઠેલાં માજીની ઝંખના શી હોય છે ? એ જ કે એ બાંકડા પર અન્ય કોઈ ડોસો આવે અને પોતાની સાથે લાંબી લાંબી વાતો કરે. ઘરડા ડોસાબાપાને પણ આવી જ ખાનગી ઝંખના હોય છે. ક્યારેક એ બાંકડા પર બે સહજ ઝંખનાઓનું મિલન થાય છે. કારમી એકલતા ટળે પછી ડોશીને પજવતો દમનો હુમલો ગાયબ થઈ જાય છે અને ડોસાબાપાની ચાલમાં નડતો ઘૂંટણનો દુખાવો પણ અલોપ થઈ જાય છે. એવે વખતે પણ કણસતા સમાજના કેટલાક ખલનાયકો બાંકડે બેઠેલાં બે હૈયાંને ખલેલ પહોંચે તેવી હરકતો કરતા રહે છે. જ્યાં સમગ્ર સમાજ ખલનાયકોને મનોમન પજવતા ‘sadism’ (બીજાઓ પ્રત્યે ક્રૂરતામાં રાચતી કામવાસના)ને પૂરી સ્વતંત્રતા હોય, પરંતુ પોતાની પ્રેમઝંખનાને પ્રગટ ન કરવાની સ્વતંત્રતા ન હોય, તે સમાજ એક વિરાટ મેન્ટલ હોસ્પિટલ બની જાય છે. બને તો એક લાંબી

ફિલ્મ ગમે તેમ મેળવી લેશો. મથાળું છે : “માઉન્ટબેટન, ધ લાસ્ટ વાઇસરોય.” એમાં પંડિતજી લેડી માઉન્ટબેટનને પ્રેમથી બાથમાં લઈને ચુંબન કરે છે. ફિલ્મને દસ્તવેજી સામગ્રી પણ પતિ લોર્ડ માઉન્ટબેટને જ પૂરી પાડી હતી.

લેડી માઉન્ટબેટને પતિ સમક્ષ એક આખરી ઈચ્છા પ્રગટ કરી હતી. પંડિતજીએ લખેલા બધા જ પ્રેમપત્રો લેડી માઉન્ટબેટને પોતાના પતિને સોંપી દીધા હતા. આજે પણ એ સચવાયા છે. પત્ની આખરી ઈચ્છા શું હતી ? મૃત્યુ પછી પોતાના સ્થૂળ દેહને સ્ટીમર દ્વારા મધદરિયે લઈ જવામાં આવે અને ત્યાં દરિયામાં જ પધરાવી દેવામાં આવી, જ્યાં દેહ દરિયાની માછલીઓનો ખોરાક બની રહે.

જાણી રાખવા જેવું છે કે લોર્ડ માઉન્ટબેટને પત્નીની એ આખરી ઈચ્છા પૂર્ણ કરી હતી. પૃથ્વી પર દ્રશ્ય અને અદ્રશ્ય એવી જાહેર તથા ખાનગી “મૈત્રી-મિસાઇલો”માં લોર્ડ માઉન્ટબેટનનું નામ સદાય મોખરે રહેશે. આ બાબતે પંડિત નહેરુને પણ અન્યાય થવો ન જોઈએ. પચાસ વર્ષ વટાવી ચૂકેલા પંડિતજીએ સરોજિની નાયડુની દીકરી પદ્મજા નાયડુને પત્રમાં જણાવેલું “અજંતા પ્રિન્સેસ (અજંતા શિલ્પના નમૂનાઓ) ઓરડામાં ગોઠવાઈ ગયા પછી તુ ખતરનાક રીતે મારી સમીપ આવી ગઈ છે. હું એ નમૂના જોઉં છું ત્યારે તારો જ વિચાર કેમ કરું છું ? ઓ મારી પ્રિયા ! વર્ષો વીતી જાય અને આપણને હાથતાળી દઈ જાય , તોય આપણે કેટલાં નાદાન રહ્યા છીએ ? તારો પ્રેમાળ ચહેરો જોવા હું ઝંખું છું.” પદ્મજાને લાંબા તારના જવાબમાં પંડિતજી જણાવે છે : “પ્રિયે ! તારો તાર મને મળ્યો છે. કેટલો સ્ત્રી સહજ, મૂખર્તાપૂર્ણ અને ખર્ચાળ ? કે પછી “સુભાષને પ્રેમ કર્યા એ બદલ” તે કરેલું પ્રાયશ્ચિત હતું ! તા. ૧૫-૧૧-૧૦૪૦ ના દિવસે પંડિતજી તાર કરીને જણાવે છે ; “તને મળવાનું થયું તે સારું થયું. દિવસે દિવસે તું વધુ યુવાન થતી રહેજે અને જેઓ વૃદ્ધ થતા જાય તેનું સાટું વાળતી રહેજે.