Spread the love

ઇસ્લામ એ કોઈ પ્રાચીન સંસ્કૃતિ કે આધ્યાત્મિકતા નથી. તે ઇસ્લામની સંસ્કૃતિ છે. જેણે માણસના જ્ઞાનમાં ઘણો વધારો કર્યો છે. હવે તો તે સંસ્કૃતિનો પર્યાય બની ગયો છે. ભારતમાંના મુસ્લિમોએ ધર્મ સાથે સંકળાયેલી કળા, હસ્તકળા અને ભાષાને જીવંત રાખી છે. સંવાદ માટે ઉર્દુ ભાષા નમ્ર અને સંસ્કારી માધ્યમ સાબિત થયું છે. પરંતુ જયારે ઈદ આવે છે ત્યારે ઇસ્લામ ધર્મ માટેની તમામ સંસ્કૃતિની માન્યતા પર પાણી ફરી વળે છે અને ધર્મ જંગલીયત ભરી હિંસાને વરેલો છે એવું જણાય છે. પૃથ્વી પરના જે જીવ તેમની સાથે સંવાદ કરી શકતા નથી તેમની હિંસા થાય છે.

ઇસ્લામ એ વિશ્વનો સૌથી મોટો ધર્મ છે. અન્ય ધર્મની જેમ તેમાં પણ એક પ્રકારની જટિલતાનો પડછાયો જોવા મળે છે. તેમ છતાં તેના પર લઘુમતી વસ્તીનું લેબલ વાગેલું છે. તેમના માટે લોકોનો ઓપિનિયન પછાત અને આક્રમક હોવાનો છે. વિશ્વના લોકો ઓપિનિયન બદલે તેનાથી કશું નહીં થાય પણ મુસ્લિમોએ પોતે જ તે માટે પ્રયાસ કરવો પડશે. એકબીજાને માન આપવું અને સહકારભર્યા વલણથી જ તે શક્ય બની શકે છે. મુસ્લિમ દેશો પાસે ઓઈલ છે માટે દરેક તેમને માં આપે છે પરંતુ પછી શું ? તે વિશે વિચારવા જેવું છે. ઇસ્લામનું ધાર્મિક નેતૃત્વ કરનારાઓને વિશ્વના લોકો ધ્યાન દોરવા માંગે છે કે ધાર્મિક દિવસની ઉજવણી માટે કરાતી પ્રાણીઓની કતલ એ ચિંતાનો વિષય છે. પ્રાણીઓનું બલિદાન એ ઇસ્લામનો આધારસ્થંભ નથી ! તે હજ યાત્રા દરમિયાન ફરજીયાત પણ નથી. બલિદાન માટે પ્રાણીઓની કતલ એ ઈદના દિવસ સાથે જોડાયેલો છે.

બકરી ઈદ પર થતાં સંહારથી મને બહુ દુઃખ થાય છે. ઇસ્લામ મારા માટે એ માનવું બીજા લોકોને પણ આવું દુઃખ થતું હશે. ઈદના દિવસે જે સંહાર થાય છે તે આઘાતજનક હોય છે.

અહીં એ જોઈએ કે ઇસ્લામના સ્કોલર શહીદ અલી મૃત્તકકી શું કહે છે ?

૧. … તે કહે છે કે કુરાનમાં લખેલી વાતો માનવ જાત માટે કોઈ બ્લ્યૂ પ્રિન્ટ સમાન મોકલેલો સંદેશો નથી. યુટોપિયન વર્લ્ડમાં તેનું અમલીકરણ આશ્ચર્યજનક રીતે થયું છે. કુરાનની કેટલીક આયાતો રૂપાત્મક અર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

૨. …પ્રિ-ઇસ્લામિક કાળમાં આરબ લોકો તેમના ભગવાનને વિવિધ ભોગ ચઢાવતા હતા. એવી જ રીતે જ્યૂસ લોકો પણ ભોગ ધરાવતા હતા. ક્રિશ્ચયન કોમ્યુનિટી પણ ઘેટાના બચ્ચાંને બલિદાન સાથે જોડતા હતા. આમ એવું સાબિત કરાતું કે બલિદાન અગાઉ પણ અપાતા હતા પરંતુ પોતાના પાપ બીજાના લોહીથી કેવી રીતે ધોઈ શકાય ?

૩. …ભગવાનને ખુશ કરવા બલિદાન આપવાની પ્રથા ગણાઈ હતી પરંતુ તેમાં અલ્લાહમાં સમાઈ જવાની વાત પણ હતી. જો કે બીજાનું લોહી રેડવાની વાત કુરાનમાં ક્યાંય નથી. તેમાં પોતાના ઈગોનું બલિદાન આપવું એવો અર્થ હોવાનું મનાય છે. અલ્લાહ લોહીના બલિદાનથી ખુશ થાય છે ? કેમ ? તેનો પણ ઉલ્લેખ જોવા મળતો નથી.

કુરાન બલિદાન બાબતે કોઈ ઉલ્લેખ કરતું નથી. જે ઈબ્રાહીમનો ઉલ્લેખ છે તે બલિદાન સાથે સંકળાયેલો છે. જેને બલિદાન કહેવાયું છે પરંતુ કુરાનમાં ક્યાંય એમ નથી કહેવાયું કે ઈબ્રાહીમ તેના પુત્રનું બલિદાન આપે. કહે છે કે ઈબ્રાહીમને સપનું આવ્યું હતું કે તેના પુત્રનું તે બલિદાન આપે. જયારે તે મોટો થાય છે ત્યારે તેના પિતા ઈબ્રાહીમ તેના બલિદાનની વાત કરે છે. ત્યારે પુત્ર કહે છે કે તમને જે આદેશ મળ્યો છે તે પ્રમાણે કરો. ઇસ્લામ જો અલ્લાહની એવી ઈચ્છા હોય તો મને શું વાંધો હોઈ શકે. જયારે બંનેએ અલ્લાહની ઈચ્છા પ્રમાણે આગળ વધવાનું નક્કી કર્યું ત્યારે તેનું માથું બલિદાન આપવા નીચું કર્યું હતું. તે સ્થિતિને ઓહ ઈબ્રાહીમથી ઓળખાય છે. તે ક્ષણિક બલિદાન છે.

અહીં ઉલ્લેખનીય છે કે કુરાનમાં ક્યાંય એમ નથી કહ્યું કે ઈબ્રાહીમ તેના પુત્રનું બલિદાન આપે. ટૂંકમાં ઈબ્રાહીમને સપનું આવ્યું કે પોતાના પુત્રનું બલિદાન આપી રહ્યો છે પરંતુ કુરાન નથી કહેતું કે તે સપનું કુરાનનું છે.

કુરાન ક્યારેય કોઈ પિતાને એમ કહે ખરું કે તું તારા પુત્રનું બલિદાન આપ. આવી વાતો પાયા વિનાની છે. અહીં જયારે પ્રાણીના બલિદાન આપવાની વાત આવે ત્યારે તે ક્યા આધારે આપવામાં આવે છે તે પણ જાણવું જરૂરી છે.

ધાર્મિક બલિદાન-કતલ મોટા પાયે થાય છે. કોઈનું લોહી બતાવીને અલ્લાહને ખુશ ના કરી શકાય. કેટલાક કહે છે કે અલ્લાહનો આભાર માણવા માટે બલિદાન અપાય છે. પરંતુ આવી કોઈ વાતનો ઉલ્લેખ કુરાનમાં જોવા મળતો નથી.

બલિદાન વિશે કુરાન કશું કહેતું નથી પરંતુ અલ્લાહને ખુશ કરવાની પ્રથા ચાલી આવે છે જેમાં માણસ પોતાની કોઈ પ્રિય વસ્તુ અલ્લાહને આપે છે અને આભાર માનવા માટે શું વપરાયું ? તે પોતાના સમાજના લોકોને સાથે રાખીને તે કામ કરે છે. આ પ્રથા એ સમયે શરુ થઈ કે જયારે માનવજાત સાથે પ્રેમીઓ રહેતા અને તેમના જીવન સાથે વણાઈ જતા. જે તેમના પ્રિય બની જતા હતા.

આ પ્રિય પ્રાણીનું પોતાની કોમ્યુનિટીના લોકોને સાથે રાખીને બલિદાન અપાતું હતું. પરંતુ તેને અર્થ એવો નથી કે કાયમ તે બલિદાનને પરંપરા બનાવી દેવી. દરેક મુસ્લિમના હૃદયમાં અલ્લાહ એક જ છે. પરંતુ બલિદાન આપેલા પ્રાણીનું મીટ ખાવું તેવું કુરાનમાં ક્યાંય લખેલું નથી. તે સાથે સ્કોલરો પણ સંમત થાય છે.

બલિદાન આપવા બાબતનો વિરોધ કરવા હવે સાચા મુસ્લિમોને જાહેરમાં આવવાની જરૂર છે. પછી તે શિયા હોય, સુન્ની હોય, સૂફી હોય કે અન્ય કોઈ હોય પણ દરેકે બલિદાન નામે થતી મૂંગા જીવોની કતલ અટકાવવા આગળ આવવું પડશે.